> GYANSAFAR-PRIMARY TEACHERS BLOG

11 October 2014

નોબેલ પુરસ્કાર જીતી ચૂક્યા છેઆ 10 ભારતીયો

નોબેલ પુરસ્કાર જીતી ચૂક્યા છે
આ 10 ભારતીયો
નવી દિલ્હી/અમદાવાદ તા. 10 ઓક્ટોબર
2014
ભારત સાથે સંબંધ ધરાવતા નવ લોકોને
અત્યાર સુધીમાં અલગ અલગ
કેટેગરીમાં નોબેલ પુરસ્કાર મળી ચૂક્યા છે.
રવિન્દ્રનાથ ટાગેર (Rabindranath Tagore -
1913)
રવિન્દ્રનાથ ટાગેર પહેલા નોબેલ
પારિતોષ વિજેતા હતા, તેમને
સાહિત્યના ક્ષેત્રે અમુલ્ય યોગદાન બદલ
આ પુરસ્કારથી સન્માનિત
કરવામાં આવ્યા હતા. ટાગોરને વર્ષ
1913માં જ્યારે આ પુરસ્કાર મળ્યો તે સમયે
આ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ બિન
યુરોપિયન અને પ્રથમ ભારતીય હતા.
સી.વી. રમણ (C.V. Rraman - 1930)
મદ્રાસમાં 1888માં જન્મેલા સી.વી.
રમણને ફિઝિક્સ વિષયમાં વિશેષ યોગદાન
આપવા બદલ 1930માં ફિઝિક્સ
ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત
કરવામાં આવ્યા હતા. સી.વી. રમણે
પ્રકાશ સાથે જોડાયેલી અસરોની શોધ
કરી હતી. તેમની આ શોધ રમણ
ઇફેક્ટના નામથી જાણીતી છે.
હરગોવિંદ ખુરાના (Hargobind Khorana -
1968)
હરગોવિંદ ખુરાનાનો જન્મ વર્ષ
1922માં રાયપુર પંજાબમાં થયો હતો.
ભારતીય મૂળના જાણીતા વૈજ્ઞાનિક
હરગોવિંદ ખુરાનાને વર્ષ
1968માં દવા સંબંધી(મેડિસિન)ક્ષેત્રમાં નોબેલ
પુરસ્કાર મળ્યો હતો. ખુરાનાએ
પોતાની શોધ એન્ટી બાયોટિક ખોરાક
પર કરી હતી. તેમની આ
શોધથી જાણવા મળ્યું કે એન્ટી બાયોટિક
દવાથી શરીર પર કઇ રીતની વ્યાપક અસર
થાય છે.
ભારતના પંજાબમાં જન્મેલા ખુરાનાએ
આગળ
જતા અમેરિકાની જાણીતી એમઆઇટી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ
કર્યો અને અમેરિકામાં જ સ્થાયી થયા.
ચંદ્રશેખર સુબ્રમણ્યમ (Chandrashekhar
Subramaniam - 1983)
ચંદ્રશેખર સુબ્રમણ્યમનો જન્મ
1910માં લાહોરમાં થયો હતો અને તેમનું
ભણતર અમેરિકામાં થયું હતું. તેમનો વિષય
એસ્ટ્રોફિઝિક્સ હતો. તારાઓના આકાર
અને કેવી રીતે તારાઓ
બન્યા તેના સૈદ્ધાંતિક સંશોધન માટે તેમને
વર્ષ 1983માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
મધર ટેરેસા (Mother Teresa - 1997)
મધર ટેરેસાનો જન્મ 26મી ઓગસ્ટ
1910ના રોજ હાલના રિપબ્લિક ઓફ
મેસેડોનિયાના સ્કોપજેમાં થયો હતો. તે
સમયે આ જગ્યાનું નામ એગ્નેસ
ગોન્ઝહા બોજાક્સહિયુ હતું. ગરીબ અને
પીડિત લોકો માટે
કરેલી તેમની કામગીરીને દુનિયાએ
અભૂતપૂર્વ ગણાવી છે. તેમના માનવતા અને
લોકોપકારી કાર્યો માટે વર્ષ
1997માં તેમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ
મળ્યું હતું. મધર ટેરેસા અંતિમ શ્વાસ
સુધી કોલકત્તામાં રહ્યા હતા.
અમર્ત્ય સેન (Amartya Sen - 1998)
અમર્ત્ય સેનનો જન્મ પશ્ચિમ
બંગાળના બિરભુમ જિલ્લાના એક
નાનકડા ગામ બોલપુરમાં 3 નવેમ્બર
1933ના રોજ થયો હતો. અમર્ત્ય સેન
પોતાની બુક ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન
માટે ઘણા ચર્ચામાં રહ્યા હતા, પરંતુ
અર્થશાસ્ત્રમાં તેમનું યોગદાન ઉલ્લેખનીય
રહ્યું છે. તેમને વર્ષ 1998માં અર્થશાસ્ત્ર
ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું
હતું.
વી.એ.એસ નાયપોલ (V.S Naipaul - 2001)
વી.એ.એસ નાયપોલનો જન્મ વર્ષ
1932માં ટ્રિનિદાદમાં થયો હતો.
ટ્રિનિદાદમાં જન્મેલા વિદ્યાધર
સૂરજપ્રસાદ નાયપોલના પૂર્વજ
ગોરખપુરમાં રહેતા હતા.
તેમના પૂર્વજો મજૂર તરીકે ત્રિનિદાદ
પહોંચ્યા હતા.
નાયપોલની નવલકથાઓને ભારતમાં ધણું
મહત્વ આપવામાં આવે છે, જો કે આ
નવલકથામાં ભારતને લઇને તેમનો અભિગમ
ઘણો વિવાદિત રહ્યો હતો.
બ્રિટનમાં નાયપોલને 2001માં સાહિત્ય
ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ નોબેલ
પુરસ્કાર આપવમાં આવ્યો હતો.
આર.કે પચૌરી (R.K Pachauri - 2007)
રાજેન્દ્ર પચૌરીનો જન્મ 20 ઓગસ્ટ
1920ના રોજ નૈનિતાલમાં થયો હતો.
રાજેન્દ્ર પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત
હતા અને તેઓ લાંબા સમય
સુધી ટેરી(ટાટા એનર્જી રિસર્ચ
ઇન્સ્ટિટ્યૂટ)માં જોડાયેલા રહ્યા હતા.
તેમનું સંશોધન પેપર આબોહવા પરિવર્તન
પર હતું. તેમને વર્ષ 2007માં યુનાઇટેડ નેશન્સ
ક્લાયમેટ ચેન્જ માટે
બનેલી કમિટીની સાથે સંયુક્તપણે
શાંતિ માટે નોબેલ પુરસ્કાર
આપવામાં આવ્યો હતો.
વેંકટ રામકૃષ્ણન (Venkat Ramakrishnan - 2009)
ભારતીય મૂળના વેંકટ રામકૃષ્ણનનો જન્મ
વર્ષ 1952માં મદુરાઈમાં થયો હતો. તેમને
રિબોઝોમના સ્ટ્રક્ચર અને
પદ્ધતિના વિષયમાં શોધ કરવા બદલ વર્ષ
2009માં કેમેસ્ટ્રી ક્ષેત્રે નોબેલ પુરસ્કાર
આપવામાં આવ્યો હતો. એક
ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક
વૈજ્ઞાનિકે નોબેલ પુરસ્કાર મળશે એવુ
સમજીને કામ ન કરવું જોઇએ.
કૈલાસ સત્યાર્થી (Kailash Satyarthi - 2014)
કૈલાસ સત્યાર્થીનો જન્મ
મધ્યપ્રદેશના વિદિશામાં 11
જાન્યુઆરી 1954ના રોજ થયો હતો.
કૈલાસ સત્યાર્થીને બાળ મજુરી વિરૂદ્ધ
અભિયાન ચલાવવા, બાળકોના વિકાસ
અને તેમના હક માટે ઝુંબેશ ચલાવવા માટે આ
વર્ષે શાંતિ માટેનો સંયુક્ત નોબેલ પુરસ્કાર
આપવામાં આવ્યું છે.

Posted via Blogaway
Share:

02 October 2014

લાલ બહાદુર શાસ્ત્રી 

લાલ બહાદુર શાસ્ત્રી 
જન્મતિથિ: બીજી ઓક્ટોબર, ૧૯૦૪
નિધન:
ભારત દેશના ત્રીજા વડા પ્રધાનમંત્રી
જન્મસ્થાન: મુગલસરાય, ઉત્તર પ્રદેશ
પ્રધાનમંત્રી તેમજ ત્રીજા વડા પ્રધાનમંત્રી
પદભાર ગ્રહણ: નવમી જૂન ૧૯૬૪
સેવામુક્ત: અગિયારમી મે ૧૯૬૬
(મૃત્યુ પર્યંત)
પૂર્વવર્તી: ગુલઝારી લાલ નંદા
ઉત્તરાધિકારી: ગુલઝારી લાલ નંદા
લાલ બહાદુર શાસ્ત્રી ( બીજી ઓક્ટોબર, ૧૯૦૪ - અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. એમનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Posted via Blogaway
Share:

28 August 2014

Std 9 thi 12 ne salang ekam banavava ma avse

Std 9 thi 12 ne salang ekam banavava ma avse
Share:

27 August 2014

Gyan saptah na karne 1/9/2014 na dine cm no program hovathi school morning

Gyan saptah na karne 1/9/2014 na dine cm no program hovathi school morning
Share:

Gyan saptah ujavani mate monitoring form

Gyan saptah ujavani mate monitoring form
Share:

23 August 2014

Uchchtar pagar tatha pension ange no paripatr

Uchchtar pagar tatha pension ange no paripatr
Share:
Copyright © GYANSAFAR-PRIMARY TEACHERS BLOG
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in