♻ઇતિહાસ♻
ઐતિહાસિક પૃષ્ટભૂમિમાં ડોકીયું કરીએ તો ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓના પ્રવેશને ભૂલી શકયા નહીં. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ "આતશ બહેરામ" અને "ફાયર ટેમ્પલ" વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક નેશનલ હાઇવે નં.૮ પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે. જયાં લોકોનો પ્રવાહ સતત વહેતો રહે છે.
પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો "ખેડ સતાગ્રહ" અથવા ધાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વનો સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલ છે.
વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને નવરાત્રી દરમિયાન આઠમનો મોટો મેળો ભરાય છે.
આ ડુંગર પર હજારો ભકતો ચંદ્ગિકા માતાજી, કાલીકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર ના દર્શન કરી પાવન થાય છે. સાથે સાથે મુસ્લિમ બિરાદરો માટે દરગાહના દર્શન વંદનીય છે.
ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઇ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુલ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે.
પૂર્વમાં સહાયદ્ગિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્વે સુરક્ષા દળનું મુખ્ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. વલસાડ ખાતેનું રેલવે તંત્ર લોકો શેડ, દવાખાનું, એરીયા મેનેજરી કચેરી જેવા મહત્વના વિભાગો ધરાવે છે અને વિશાળ રેલવે વસાહતો પણ આવેલ છે. વલસાડ ખાતે કેરી સહિત પ્રખ્યાત ચીકુ તથા અન ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ એમ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે.
વલસાડથી પાંચ કિ.મી. પર આવેલ તીથલ ગામ આજે એક ૫ર્યટક સ્થળ ઊપરાંત એક તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. જયાં " સાંઇબાબા " મંદિરનું રમણીય સંકુલ, પ્રખ્યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ગ "શાંતિનિકેતન સંકુલ", અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું "સ્વામીનારાય મંદિર" વગેરે આવેલ છે જે વિવિધ ક્ષેત્રોના સહેલાણીઓને ખૂબ જ સહજતાથી આકર્ષિ રહ્યા છે. જેનું મુખ્ય કારણ તીથલ એ રમણીય દરિયા કિનારો છે. જયાં ગુજરાત રાજના પ્રવાસન નિગમની હોટલ "તોરણ" રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગનો ગેસ્ટ હાઉસ, હોટલ તીથલ વગેરેમાં નિવાસ વવસ્થા છે ઉપરાતં વલસાડ શહેરમાં પણ ઘણી બધી હોટલો આવેલ છે. જેનો લાભ સહેલાણીઓલેતા હોય છે. વિશેષમાં વલસાડ તાલુકાના અને ધરમપુર રોડ પર આવેલ પાથરી ગામ ખાતે "ભગવાન દત્તાત્રેય"નું મંદિર અને સંકુલ વલસાડ જિલ્લાવાસીઓ માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણ ના કેન્દ્ગ તરીકે ખૂબ જ ઝડપથી ઉપસી રહ્યું છે.
વલસાડ જિલ્લાની ધરમપુર, કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહાયદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા નહિંવત છે. વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે.
ધરમપુર ખાતે વિજ્ઞાનના જુદા જુદા નિયમોના પ્રદર્શન તથા નિદર્શન ની વવસ્થા ધરાવતું આધુનિક વૌજ્ઞાનિક સાધનોવાળું સરકારનું " જિલ્લા વિજ્ઞાન સેન્ટર" આવેલું છે. જે વલસાડ જિલ્લા માટે જ નહીં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા અન જિલ્લાઓમાંના વિજ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ગ બની રહ્યું છે. ત્યાં જ મહામંડલેશ્વર પૂ. વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ દ્વારા નિર્મિત બરૂમાળ ખાતે "ભાવ ભાવેશ્વર" ભગવાનની અષ્ટ ઘાતુની મૂર્તિનું ભવ્ય મંદિર અને લોકો૫યોગી સંકુલન પણ એક તીર્થ તરીકે ઉપસી રહ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ખાતે જંગલ વિભાગે અને ખાસ કરીને વલસાડ દક્ષિણ વિભાગના તત્કાલીન ડી.એફ.ઓ. શ્રી પી.એસ. વળવીના દેખરેખ હેઠળ તૈયાર થયેલ "સહાયદ્ગિ સૃષ્ટિ સેન્ટર" વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે
Posted via Blogaway
YOUTUBE LINK
Labels
releted post
Popular Posts
-
District Court Valsad Recruitment 2019 for Gujarati & English Stenographer Posts -Last Date:11-03-2019 District Court Valsad Recruit...
-
मेरा देश भारत: सोने की चिड़िया की धरोहर भारत, एक ऐतिहासिक, सांस्कृतिक, और भौगोलिक विविधता से भरपूर देश है, जो विभिन्न जातियों, धर्मों, भाषाओ...
-
you can get data backup is easy backup and You can recover deleted photos and delete photos and photo backup. This delete file recovery app...
-
The Securities and Exchange Board of India (Sebi) in a circular today set a limit of 10% of AUM on mutual fund investment in debt with spe...
-
MUMBAI: The portfolio the executives administration (PMS) firms of two pro financial backers are set to invasion into common asset business...
-
avkar e magazine june 2015 click here for download Posted via Blogaway
-
DHORAN 3 THI 5 NI GANIT NI TALIM BABAT GCERT NO LATEST SUDHAREL PARIPATRA DATE:-14/02/2019 FundsIndia is India's friendliest online in...
-
Smart teaching largely involves the organization of teaching and learning activities with the help of software tools . In broader terms, ...
-
Std 3 To 8 Microsoft Teams Class Aayojan In Excel File Download File Link: આયોજનની ઓટોમેટિક Excel ફાઈલ : Download Std 3 to 5 Aa...
Blog Archive
- August 2023 (1)
- June 2023 (3)
- September 2022 (1)
- July 2022 (2)
- October 2021 (1)
- June 2021 (2)
- March 2021 (4)
- December 2020 (4)
- November 2020 (2)
- October 2020 (8)
- September 2020 (1)
- July 2020 (2)
- March 2020 (2)
- February 2020 (7)
- March 2019 (8)
- February 2019 (90)
- January 2019 (1)
- October 2018 (3)
- September 2018 (4)
- July 2015 (4)
- June 2015 (4)
- December 2014 (1)
- October 2014 (5)
- August 2014 (5)
- July 2014 (1)
- April 2014 (1)
FACEBOOK PAGE
LIVE
Total Pageviews
Powered by Blogger.
YOUTUBE LINK
આ બ્લૉગ શોધો
Popular Posts
-
District Court Valsad Recruitment 2019 for Gujarati & English Stenographer Posts -Last Date:11-03-2019 District Court Valsad Recruit...
-
मेरा देश भारत: सोने की चिड़िया की धरोहर भारत, एक ऐतिहासिक, सांस्कृतिक, और भौगोलिक विविधता से भरपूर देश है, जो विभिन्न जातियों, धर्मों, भाषाओ...
-
you can get data backup is easy backup and You can recover deleted photos and delete photos and photo backup. This delete file recovery app...
Pages
Contact Form
JSON Variables
Main Tags
Recent Posts
{getWidget} $results={4} $label={recent}
0 Post a Comment:
Post a Comment